૧.
બગીચામાં મળવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
- કૌશલ સુથાર
૨.
જાતની આજે કરવી છે પરીક્ષા,
એટલે દીવા બુઝાવી રહ્યો છું.
- રાકેશ હાંસલિયા
૩.
વાતાવરણ વટલાય છે વરસાદમાં,
બીજું કહો શું થાય છે વરસાદમાં?
- કૌશલ સુથાર
૪.
વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પહેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !
- હનીફ રાજા
૫.
સમય એવું કે' છે નવું કૈંક લાવો,
હવે વ્રુક્ષ નહીં દોસ્ત ! વરસાદ વાવો.
- જિગર જોશી 'પ્રેમ'
૬.
બગીચામાં મળવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
- કૌશલ સુથાર
૨.
જાતની આજે કરવી છે પરીક્ષા,
એટલે દીવા બુઝાવી રહ્યો છું.
- રાકેશ હાંસલિયા
૩.
વાતાવરણ વટલાય છે વરસાદમાં,
બીજું કહો શું થાય છે વરસાદમાં?
- કૌશલ સુથાર
૪.
વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પહેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !
- હનીફ રાજા
૫.
સમય એવું કે' છે નવું કૈંક લાવો,
હવે વ્રુક્ષ નહીં દોસ્ત ! વરસાદ વાવો.
- જિગર જોશી 'પ્રેમ'
૬.
જેમ આખા આભને વાદળ મળે,
એમ આ એકાંતને કાગળ મળે.
- રાજીવ ભટ્ટ ' દક્ષરાજ '
૭.
સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા.
- માવજી મહેશ્વરી
૮.
જો તિમિરનું શ્હેર ચક્કાજામ છે,
તારલાની ભવ્ય રેલી જોઉં છું.
- બેન્યાઝ ધ્રોલવી
૯.
હજી ય આપણી વચ્ચે કશું બન્યું જ નથી
એ અણબનાવથી જોયાં કરું છું હું તમને !
- ભરત વિંઝુડા
૧૦.
ફોન વરસો બાદ ઓચિંતો મળે ઘટના ગજબ ,
આમ વીતેલા વરસ, દિવસો ને ક્ષણ પાછાં મળ્યાં.
- રાજેશ વ્યાસ 'મિસ્કિન'
૧૧.
મિશાલમાં મિશાલ બેમિસાલ એ તમે, તમે, તમે !
ખુદા જ બસ કરી શકે કમાલ એ તમે, તમે, તમે !
- 'બેજાન',બહાદરપુર
૧૨.
ચાર જણ આ, ઊંચકી ચાલ્યા મને,
શ્વાસ છોડ્યો તોય ના ફુરસદ થઈ.
- જગદિશ સાધુ
૧૩.
આંખની ભીતર અલગ એવોય રૂમ છે,
જ્યાં ઘણાં ચહેરા તો વરસોથી જ ગુમ છે.
- કૌશલ સુથાર
૧૪.
એટલે તો નિત મઝામાં હોઉં છું,
રાત-દી' તારા નશામાં હોઉં છું.
- સિકન્દર મુલતાની
૧૫.
એક પંખી ક્યારનું યે ગાય છે,
ઝાડ આખું કેટલું છલકાય છે ?
- તથાગત પટેલ
એમ આ એકાંતને કાગળ મળે.
- રાજીવ ભટ્ટ ' દક્ષરાજ '
૭.
સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા.
- માવજી મહેશ્વરી
૮.
જો તિમિરનું શ્હેર ચક્કાજામ છે,
તારલાની ભવ્ય રેલી જોઉં છું.
- બેન્યાઝ ધ્રોલવી
૯.
હજી ય આપણી વચ્ચે કશું બન્યું જ નથી
એ અણબનાવથી જોયાં કરું છું હું તમને !
- ભરત વિંઝુડા
૧૦.
ફોન વરસો બાદ ઓચિંતો મળે ઘટના ગજબ ,
આમ વીતેલા વરસ, દિવસો ને ક્ષણ પાછાં મળ્યાં.
- રાજેશ વ્યાસ 'મિસ્કિન'
૧૧.
મિશાલમાં મિશાલ બેમિસાલ એ તમે, તમે, તમે !
ખુદા જ બસ કરી શકે કમાલ એ તમે, તમે, તમે !
- 'બેજાન',બહાદરપુર
૧૨.
ચાર જણ આ, ઊંચકી ચાલ્યા મને,
શ્વાસ છોડ્યો તોય ના ફુરસદ થઈ.
- જગદિશ સાધુ
૧૩.
આંખની ભીતર અલગ એવોય રૂમ છે,
જ્યાં ઘણાં ચહેરા તો વરસોથી જ ગુમ છે.
- કૌશલ સુથાર
૧૪.
એટલે તો નિત મઝામાં હોઉં છું,
રાત-દી' તારા નશામાં હોઉં છું.
- સિકન્દર મુલતાની
૧૫.
એક પંખી ક્યારનું યે ગાય છે,
ઝાડ આખું કેટલું છલકાય છે ?
- તથાગત પટેલ
No comments:
Post a Comment