Search This Blog

સુવિચાર

પુસ્તકો અને વૃક્ષો આપણાં સાચા મિત્રો છે.

ગુજરાતી ગઝલ શે'ર

૧.
બગીચામાં મળવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
- કૌશલ સુથાર
 ૨.
 જાતની આજે કરવી છે પરીક્ષા,
 એટલે દીવા બુઝાવી રહ્યો છું.
 - રાકેશ હાંસલિયા
૩.
વાતાવરણ વટલાય છે વરસાદમાં,
 બીજું કહો શું થાય છે વરસાદમાં?
- કૌશલ સુથાર
૪.
વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પહેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !
- હનીફ રાજા
૫.
સમય એવું કે' છે નવું કૈંક લાવો,
હવે વ્રુક્ષ નહીં દોસ્ત ! વરસાદ વાવો.
- જિગર જોશી 'પ્રેમ'

2 comments: