Search This Blog

સુવિચાર

પુસ્તકો અને વૃક્ષો આપણાં સાચા મિત્રો છે.

વીજળીના ઝબકારે મોતીડાં...

" ભલે મોંઘી પડે, સલાહ તો અનુભવીની જ લેવી." 
" જે સમસ્યા ક્યારેક વિદ્વાનોથી ન ઉકલે, તે અનુભવીથી ઉકેલાય."
" જેની નીતિ સારી છે એને કુદરત જ ઉગારી લે છે." 
"આપણી જરૂરિયાત જેટલી ઓછી એટલા આપણે ઇશ્વરની નજીક હોઈએ છીએ." 
" ઉપરવાળો શક્તિ છે, વ્યક્તિ નથી." 
*
" શંકર ભોળો છે પણ ભોટ નથી." 
" માંહ્યલો બોલે કે ના બોલે , તમારો ચહેરો બધું બોલી જાય છે." 
"કાયદાથી ઉપર જશો તો, ઉપરવાળો ખેલ પાડશે." 
"જેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે, છતાં પોતાના પ્રભાવથી બીજાઓને દબાવી દેતો નથી." 
" હાથમાં લીધેલાં કર્તવ્યને હંમેશા વફાદાર રહેજો." 
" ગુસ્સાથી તો બધા કંટાળ્યા છે, હવે પ્રેમથી કામ લો." 
"ગરીબ માણસ ખાનદાનીને દબાવી શકતો નથી." 
"ઘણા લોકો ગરીબોનાં આંસુ લૂછવાની વાતો કરે છે, પણ પોતાનો રૂમાલ આપતા નથી." 
"પરિસ્થિતિઓ જીવનને બદલી નાખે છે." 
" લાંબું જીવન જીવવા કરતાં ઉપયોગી જીવન જીવો." 
"જિંદગી હૈ ખેલ, કોઈ પાસ કોઈ ફેલ." 
"જિંદગી એ ફૂલોની સેજ નથી,પણ રણમેદાન છે." 
"તમારા દુશ્મનો કોણ છે,એ કોઈને કહેશો નહીં." 
"દુશ્મન પગ પકડે તો સાચવજો, પાણી દીવાલના પાયાને અડે તો તેને તોડી પાડશે." 
"ધર્મ બહારથી નહિ પરંતુ અન્દરથી આવે છે." 
"નામ માટે ખોટાં કામ કરશો નહિ." 
"પૈસા બહુત કુછ હૈ, સબ કુછ નહિ." 
"શ્રીમંત બનવા રૂપિયા નહિ, પૈસા ગણતાં શીખો." 
"બુદ્ધિથી પૈસા મલે છે, પણ પૈસાથી બુદ્ધિ મળતી નથી." 
"આંખ જ બોલે અને આંખ જ સાંભળે ત્યારે પ્રેમ પ્રગટે છે." 
"ઇશ્ક્ની સવારી આવે ત્યારે શિખામણનો અર્થ નથી." 
"મનનો ગુલામ,સૌનો ગુલામ." 
"પુષ્પોની મહેક ક્યારેક વિસરાય પરંતુ,માનવતાની મહેક ક્યારેય વિસરાતી નથી." 
"મહાન મણસ બનવા માટે  હરામખોરીના તમામ પ્રકરણ ભણવાં જોઈએ." 
"આજે જ મોત આવશે ,એમ બની સાવધ રહો." 
"યૌવન એ વિકાસનો વિસ્ફોટ છે." 
"યૌવન એ જીવનની વસંતઋતુ છે," 
" સ્ત્રી પુરૂષના ઝખ્મોનો મલમ છે." 
"ખૂબસૂરત યુવતીને બ્યુટિશિઅનની જરૂર નથી," 
"પવિત્ર સ્ત્રી દુનિયાની સર્વોત્તમ ક્રુતિ ક્રુતિ છે." 
"કોણીએ ગોળ ચોપડ્વાં જતાં હાથમાં રહેલો ગોળ પડી ન જાય તે જોજો."


 

No comments:

Post a Comment