Search This Blog

સુવિચાર

પુસ્તકો અને વૃક્ષો આપણાં સાચા મિત્રો છે.

Sunday, 14 April 2024

Pre-Enrolment Survey 2024-25 પરિપત્ર

 પ્રિ-એનરોલમેન્ટ સર્વેનો પરિપત્ર વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Pre-Enrolment Survey 2024-25 પરિપત્ર

Thursday, 13 October 2022

રંગીન e-Epic (ચૂંટણી કાર્ડ) ડાઉનલોડ કરો.

 ડાઉનલોડ માટેના સ્ટેપ :-

૧. આપે અગાઉ એકાઉન્ટ બનાવ્યું હોય તો login પર જઈ લોગીન થવું.( એકાઉન્ટ ના બનાવ્યું હોય તો SIGN UP પર ટચ કરી પહેલા એકાઉન્ટ બનાવવું.)

૨. ત્યારબાદ તમારો e-Epic (ચૂંટણી કાર્ડ) નંબર લખો અને રાજ્ય સિલેક્ટ કરી, કેપ્ચા કોડ નાખી ડાઉનલોડ કરો. 

રંગીન e-Epic [ચૂંટણી કાર્ડ] ડાઉનલોડ કરવા માટેની લિન્ક...અહીં ટચ /ક્લિક કરો.

Thursday, 25 November 2021

આપના મતદાર ઓળખપત્ર-ચૂંટણી કાર્ડ (EPIC id.)પરથી સરળતાથી વિગતો જાણો.

 

આપના મતદાર ઓળખપત્ર (Epic id.) પરથી આપની વિધાનસભા, મતદાન ભાગ નંબર અને અનુક્રમ નંબર સરળતાથી જાણવા માટે નીચે આપેલ લિન્ક પર ટચ કરો.

આપનો મતદાન ભાગ નંબર અને નામ તથા ભાગ ક્રમાંક (Serial Number) નંબર જાણવા માટે અહીં ક્લિક કરો.

Thursday, 19 August 2021

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ હૉલ ટિકિટ

 શિક્ષણ સજ્જતા સર્વેક્ષણની હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે

તમારો ટીચર કોડ અને જન્મ તારીખ નાખવી.

આપની હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

Tuesday, 2 July 2019

UGC-NET JUNE 2019

UGC દ્વારા જૂન -2019માં લેવાયેલ NET Exam ની રિસ્પોન્સ સીટ અને ચેલેન્જ આન્સર કી ડિકલેર...
https://ntanet.nic.in/ntanet/root/LoginPageDob.aspx

Saturday, 12 July 2014

'શબ્દસૃષ્ટિ' અંક

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત 'શબ્દસૃષ્ટિ' અંક ડાઉનકલોડ કરો. આ અંક દર મહિનાની ૫મી તારીખે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

 



'શબ્દસૃષ્ટિ' અંક (shabdasrusti)

'બાલસૃષ્ટિ' અંક

 ગુ.રા.પા.પુ.મં. ગાંધીનગર દ્વારા પ્રકાશિત બાળકો માટે ઉપયોગી  'બાલસૃષ્ટિ 'અંક ડાઉનલોડ કરો. આ અંક દર મહિનાની ૨૦મી તારીખે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

   'બાલસૃષ્ટિ' અંક (Baalsrushti) 

Friday, 11 July 2014

વીજળીના ઝબકારે મોતીડાં...

" ભલે મોંઘી પડે, સલાહ તો અનુભવીની જ લેવી." 
" જે સમસ્યા ક્યારેક વિદ્વાનોથી ન ઉકલે, તે અનુભવીથી ઉકેલાય."
" જેની નીતિ સારી છે એને કુદરત જ ઉગારી લે છે." 
"આપણી જરૂરિયાત જેટલી ઓછી એટલા આપણે ઇશ્વરની નજીક હોઈએ છીએ." 
" ઉપરવાળો શક્તિ છે, વ્યક્તિ નથી." 
*
" શંકર ભોળો છે પણ ભોટ નથી." 
" માંહ્યલો બોલે કે ના બોલે , તમારો ચહેરો બધું બોલી જાય છે." 
"કાયદાથી ઉપર જશો તો, ઉપરવાળો ખેલ પાડશે." 
"જેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે, છતાં પોતાના પ્રભાવથી બીજાઓને દબાવી દેતો નથી." 
" હાથમાં લીધેલાં કર્તવ્યને હંમેશા વફાદાર રહેજો." 
" ગુસ્સાથી તો બધા કંટાળ્યા છે, હવે પ્રેમથી કામ લો." 
"ગરીબ માણસ ખાનદાનીને દબાવી શકતો નથી." 
"ઘણા લોકો ગરીબોનાં આંસુ લૂછવાની વાતો કરે છે, પણ પોતાનો રૂમાલ આપતા નથી." 
"પરિસ્થિતિઓ જીવનને બદલી નાખે છે." 
" લાંબું જીવન જીવવા કરતાં ઉપયોગી જીવન જીવો." 
"જિંદગી હૈ ખેલ, કોઈ પાસ કોઈ ફેલ." 
"જિંદગી એ ફૂલોની સેજ નથી,પણ રણમેદાન છે." 
"તમારા દુશ્મનો કોણ છે,એ કોઈને કહેશો નહીં." 
"દુશ્મન પગ પકડે તો સાચવજો, પાણી દીવાલના પાયાને અડે તો તેને તોડી પાડશે." 
"ધર્મ બહારથી નહિ પરંતુ અન્દરથી આવે છે." 
"નામ માટે ખોટાં કામ કરશો નહિ." 
"પૈસા બહુત કુછ હૈ, સબ કુછ નહિ." 
"શ્રીમંત બનવા રૂપિયા નહિ, પૈસા ગણતાં શીખો." 
"બુદ્ધિથી પૈસા મલે છે, પણ પૈસાથી બુદ્ધિ મળતી નથી." 
"આંખ જ બોલે અને આંખ જ સાંભળે ત્યારે પ્રેમ પ્રગટે છે." 
"ઇશ્ક્ની સવારી આવે ત્યારે શિખામણનો અર્થ નથી." 
"મનનો ગુલામ,સૌનો ગુલામ." 
"પુષ્પોની મહેક ક્યારેક વિસરાય પરંતુ,માનવતાની મહેક ક્યારેય વિસરાતી નથી." 
"મહાન મણસ બનવા માટે  હરામખોરીના તમામ પ્રકરણ ભણવાં જોઈએ." 
"આજે જ મોત આવશે ,એમ બની સાવધ રહો." 
"યૌવન એ વિકાસનો વિસ્ફોટ છે." 
"યૌવન એ જીવનની વસંતઋતુ છે," 
" સ્ત્રી પુરૂષના ઝખ્મોનો મલમ છે." 
"ખૂબસૂરત યુવતીને બ્યુટિશિઅનની જરૂર નથી," 
"પવિત્ર સ્ત્રી દુનિયાની સર્વોત્તમ ક્રુતિ  છે." 
"કોણીએ ગોળ ચોપડવાં જતાં હાથમાં રહેલો ગોળ પડી ન જાય તે જોજો."


ગુજરાતી ગઝલ શે'ર

૧.
બગીચામાં મળવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
- કૌશલ સુથાર
 ૨.
 જાતની આજે કરવી છે પરીક્ષા,
 એટલે દીવા બુઝાવી રહ્યો છું.
 - રાકેશ હાંસલિયા
૩.
વાતાવરણ વટલાય છે વરસાદમાં,
 બીજું કહો શું થાય છે વરસાદમાં?
- કૌશલ સુથાર
૪.
વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પહેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !
- હનીફ રાજા
૫.
સમય એવું કે' છે નવું કૈંક લાવો,
હવે વ્રુક્ષ નહીં દોસ્ત ! વરસાદ વાવો.
- જિગર જોશી 'પ્રેમ'
૬.
જેમ આખા આભને વાદળ મળે,
એમ આ એકાંતને કાગળ મળે.
- રાજીવ ભટ્ટ ' દક્ષરાજ '
૭.
 સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા.
- માવજી મહેશ્વરી
૮.
જો તિમિરનું શ્હેર ચક્કાજામ છે,
તારલાની ભવ્ય રેલી જોઉં છું.
- બેન્યાઝ ધ્રોલવી
૯.
 હજી ય આપણી વચ્ચે કશું બન્યું જ નથી
એ અણબનાવથી જોયાં કરું છું હું તમને !
- ભરત વિંઝુડા

૧૦. 
ફોન વરસો બાદ ઓચિંતો મળે ઘટના ગજબ , 
આમ વીતેલા વરસ, દિવસો ને ક્ષણ પાછાં મળ્યાં. 
- રાજેશ વ્યાસ 'મિસ્કિન' 
૧૧. 
મિશાલમાં મિશાલ બેમિસાલ એ તમે, તમે, તમે ! 
ખુદા જ બસ કરી શકે કમાલ એ તમે, તમે, તમે ! 
- 'બેજાન',બહાદરપુર 
૧૨. 
ચાર જણ આ, ઊંચકી ચાલ્યા મને, 
શ્વાસ છોડ્યો તોય ના ફુરસદ થઈ. 
- જગદિશ સાધુ 
૧૩. 
આંખની ભીતર અલગ એવોય રૂમ છે, 
જ્યાં ઘણાં ચહેરા તો વરસોથી જ ગુમ છે. 
- કૌશલ સુથાર 
૧૪. 
એટલે તો નિત મઝામાં હોઉં છું, 
રાત-દી' તારા નશામાં હોઉં છું. 
- સિકન્દર મુલતાની 
૧૫. 
એક પંખી ક્યારનું યે ગાય છે, 
ઝાડ આખું કેટલું છલકાય છે ? 
- તથાગત પટેલ